Sunday, November 25, 2012

મારા ભણી આવતો સમય,
અને સમય થી દુર જતો,

મૃગજળ દેખાડતી આભાઓ,
અને વિષમચક્ર ની ધરી પર ફુદરડી લેતો,

જગત લાગે નર્યો દેખાડો,
આ આંધળાઓને દેખાડવામાં પાછો પડતો,
હું.

-સ્વરચિત.


Wednesday, November 14, 2012

અમાસ પછીની સવાર,
લાગે એક નવી શરૂઆત,
જેમ કે,

કાળાશમાં ભળી જતું,
સોનેરી પ્રભાત,

મનમાં વિશ્વાસ ઉંચેરો,
અને,
ક્યારેક નસીબને ચાવી સોંપતા,
આ હાથ....!!

-સ્વરચિત..
'નુતન વર્ષાભિનંદન'



Thursday, November 08, 2012

તરતું લાકડું અને જિંદગી જાણે એક,
બદલાતા પ્રવાહો,
અને લક્ષ્યો,
જાણે ટંડેલ વગરની હોડી,

આસપાસ જ રહેતી,
શાર્ક જેવી ક્રુરતા,
અને રહેતી બીક એક માત્ર  કાણાંની,

છતાં પણ સતત વિચારતો,
અનુભવતો,
અને હલકો રહેવાની કોશિશમાં,
ડૂબી જતો હું......!!!!

-સ્વરચિત 









Tuesday, November 06, 2012

જીંદગી એ જીવવાનું નામ......

બોલવામાં સહેલું લાગતું આ વાક્ય કદાચ પાછલા બારણેથી પણ જીંદગીમાં પ્રવેશે તો તમારી જાતને ખુશનશીબ સમજવી.......

The common problem all human face including me also is short memory about their goal...it may be about his morals which he has selected...or his path deconcentration....etc..

The main thing is to find your inner motivation of such type that it continuosly remember your state...


થોડું આગળ જ ચાલ્યો હતો હજી...
મગજ સાથે લઈને..
કદાચ તેની જ જરૂર પડે ને તેમ માની ને....

ઠંડા કલેજે આ કલેજા ને મુકીને...
પણ કોણ જાણે  રસ્તામાં પ્રકૃતિ મારાથી વિરુદ્ધ ચાલી..
દુરથી જ...
મારા જેવા રોબોટને જોઇને...?

તે પણ સમજી ગઈ હશે?
તે પોતાના heart ની beat  સાથે પણ  ના match  થયો...
કેટલું ટકશે?....!!!


-સ્વરચિત..