Sunday, December 08, 2013

ગડી બે જ સ્થાને હોય,
એક કપડામાં અને બીજી આપણામાં..

એક દેખાતી બહાર અને બીજી અંદર,
ફરક છે માત્ર નજરના માપણામાં...

અહી-તહીં તો ભટક્યા કરશે,
વિચાર અને નસીબ બંને..

ભટકાવશું નબળાઈઓને પેલી પાર,
તો જ આવશે કદાચ કૈક કને..

રાખોને ભાઈ રૂદિયામાં કોઈને પણ,
કોઈ ક્યાં ના પાડે,

પણ રાખો ઉપર એવો અરીસો,
જે એનું પ્રતિબિંબ તેને જ દેખાડે....
-સ્વરચિત









Sunday, October 20, 2013

કદાચ આવશે,
એમ સમજીને બધા ચાલે..

આશાને એક માત્ર શસ્ત્ર બનાવી,
બધા તો ભાઈ મહાલે..

સારું કહેવાય કે આવું વિચારતા,
તેનો વિશ્વાસ છલકાય..

પણ નસીબ નથી કોઈનો દોસ્તાર,
એ તો સાલો દુર બેઠો મલકાય..

આપણી જ છે આ ઝિંદગી,
અને આપણે જ રેવાના તેના નાયક...

શું ફેર પડે ભલેને પછી,
થોડું-ઘણું ખોતરી જાય કોઈ નાલાયક...

સ્વાભાવિક છે થોડું દુખે ક્યાંક અંદર,
છીએ તો નહી આપણે કાંઈ ઢોર..

પણ સમજવું જ પડશે વહેલી તકે,
હવે No Self-Hurt Any More...!!
-સ્વરચિત







Friday, October 04, 2013

THe LuNCHboX

How it would be if the lunchbox serve your stomach and heart both...!!..?..

As far as our life is concern there is no concern left..the moment will not ask you that i am coming..it just comes..it's depend upon you how to handle it..it would your dare to reject it even if you want it spontaneously..if you have belief that you are not able to handle it in future..then let it go..it will be better to decide today..because if tomorrow comes and person changes..than bear to hatred is more difficult than today's 'कभी कभी गलत ट्रेन भी सही मंजिल पर ले जाती है '...!


Saturday, September 14, 2013

 મજાની હોય છે,
એ ત્રાંસી નજર..

ખબર નથી પડતી,
ક્યારે ફરી વળતી કાતર..

કેશની ઓથે છુપાતી અથડાતી,
લાગતી વાદળ પાછળનું આકાશ..

ઘડિયાળની જેમ મધ્યાહન બતાવી,
રાખી જતી પાછળ ઉદાસ સંધ્યાનો પ્રકાશ..

આશંકા જન્માવતી વર્તણુક સામેનું,
રહસ્ય હમેશાં રહેતું અકળ..

ચેહરો ઓળખાવતી ભાષાને ચુપ રાખતી,
આ સ્ત્રી-નજર છે ભાઈ...

સમજવી છે પોતાને અઘરી,
તે વાયકા રાખતી સદા અચળ..!
-સ્વરચિત



Saturday, September 07, 2013

શું કામ પડવું જ્ઞાનહીન દિગ્ગજોની,
અસરકારક માથાકુટમાં..?

છેજ એ અને રહેવાના પણ,
અધૂરા ઘડા છલકાતા અખૂટ મા..!

બહુ અઘરાં હોય છે,
આવા કૃત્યો સામાન્યતઃ..

ધરાર ધરાવવી હોય છે,
 આવી ભૂતિયા સરણી મૃત્યુંપર્યન્તઃ...!

થાય પણ શું આપડાથી,
મરાતી તો નથી તેને બે-ચાર..

તેના અસ્ખલિત ત્રાટકો સામે,
ટૂંકા પડે છે આપડા વિચાર..!

એ વિચાર જ થથરાવે છે,
જો હોય આ બધી સ્ત્રી-મતિ..

ભાઈ 'રાહુલ' સંભાળજે,કે ના હોય,
 આવી વૈચારિક તારી શ્રી-મતિ..!!
-સ્વરચિત




Sunday, September 01, 2013

આંખે દેખ્યા ઉપર તો વિશ્વાસ,
કરતી આવી છે દુનિયા..

ક્યારે ખુંચશે એ સાચા કાદવમાં,
જેની અંદર હૃદય ધબકે છે..

રોઈ કકળી,બધાને જોઈએ સહાનુભુતિ,
જે છે આસાન પરિશ્રમ,

જુઓ જરા પેલા "લાગતા" લાગણીશુન્ય ચહેરાઓને,
થોડી તકલીફ થશે,વાર  લાગશે,પણ સમજાશે..
તેની ઉર્મીઓ પણ હીબકે છે...

ધન્ય છે તે માણસને કે જે છુપાઈને
બેઠો છે વિચારોની ગર્તામાં,

અને ધન્ય છે તેની પ્રિયતમાને,
જે શોધી કાઢે છે એ અફાટ સાગરમાંથી.. 

આંખે દેખ્યા ઉપર તો વિશ્વાસ
કરતી આવી છે દુનિયા..

જરા જુઓ આ આંખોની પાછળ,
ખરેખર અજીબ છે દુનિયા..!
-સ્વરચિત



Monday, August 12, 2013

ખબર છે તને ખેલ કરતા આવડે છે,
પણ મારી પાસે શું કામ કરાવડાવે..?

'સમય' હોય તો શું થયું,
થોડો સમય કાઢી ને તો જો...

તારી પાછળ તો કૈક ગાંડા થયા,
શરમ કર,
રાતા પાણીએ શું કામ રોવડાવે..?

શ્વાનતણી પૂંછ સમો રહ્યો તું હમેશાં વાંકો,
તારા પ્રતિબિંબ સમાન શું કામ યાદ કરાવડાવે..?

સમસમીને બેઠેલા મારા મગજ પર,
પાણી રેડતા બોલ્યો..

અલ્યા 'રાહુલ' હું તો કરું મારું કામ,
પણ તું તારું કામ મુકીને,

મારા પર નજર શું કામ દોડાવડાવે...?!!
-સ્વરચિત



Saturday, August 10, 2013

આ ઝરમરિયા વરસાદ જેવો જ,
તેનો મરોડ..

મરોડાઈ ને પણ થાપ ખાતા,
વિશ્લેષકો કરોડ..

ક્યાંક પડે છે માવઠા તો,
ક્યાંક થતી હેલી,

આબરૂ બચાવતી કે આબરૂ ઉડાડતી,
એ તો આખી વિદ્યા જ લાગે મેલી..

પણ સારું સત્ય છે પ્રકૃતિની વિષમતા,
નારી અને મેઘ બંને સરખા,

ક્યાંક ઉગારતા તો ક્યાંક ઉજાળતા,
પ્રેમ તણો પાક...
સ્વરચિત



Saturday, August 03, 2013

અમસ્તા જ માણસો ભારે થાય છે,
હલકું અનુભવી પોતે ભારે થાય છે..

અરે શું થયું જો તેણે છોડી દીધા,
કે પછી સમયથી છૂટી ગયા..

આગળ નું જોયા વગર બધા,
ખોટા પાછળ જોઇને જ ભારે થાય છે..

અરે મિત્રો, બધા હોય છે ઝાકળબિંદુઓ,
વાર માત્ર તડકાની જ હોય છે...

 ગુલાબ નું ફુલ છે બધાની અપેક્ષા,
કાંટાથી બધાં કપાતા હોય છે,

પણ પાછું ભૂલી જવાતું હોય કે ,
તડકામાં તો ખાલી કાંટાથી જ ટકાતું હોય છે...

અગાધ દુનિયામાં ઘણાં રસ્તા છે,
પણ આગળ રસ્તામાં અટવાતાં માણસો,,

અમસ્તા જ ભારે થતાં હોય છે...!! 
-સ્વરચિત 

Sunday, June 16, 2013

વરસાદની હેલીના દિવસો તો ,
એક સરખા જ 
હોય છે..

પણ દર ચોમાસે બદલાતા,
માણસો જ હોય છે..

હવે આ મોટા છાંટાય નથી,
ભીંજવી શકતા મને,

કેમ કે દરેક છાંટામાં,
દેખાતો મને શુષ્ક ચેહરો,
હોય છે..

સીઝન તો છે આ છે આ,
પરંપરાગત રોમાંન્સની,

પણ મને જ એકલો આ મેહ,
પોતાની સાથે રડાવતો હોય છે..

પણ સાલો આ એજ છે કે જે ,
મારાં રડતા ચેહરાને દુનિયા થી,
છુપાવતો હોય છે...
-સ્વરચિત
  

Thursday, June 06, 2013

મિસાઈલની જેમ આવતી,
પરિસ્તીથી સામે,
ચાલતી મારી ગુરુત્વવિહીન,
મંથર ગતિ....

પાંખ ફેલાવીને ઉડતાં,
પરીન્દાઓ સામે જાણે,
હું એક યતી...

ભૂકંપ સર્જતો માહોલ,
અને તેમાંય પીછો ના મૂકતા,
આફટરશોકસ....!

કોઈ પોકેટમાર ગઠિયાની,
જેમ શોધતો,
આ બધા માંથી મોક્ષ..

ગુંચવાઈ ગયેલાં કૂતરાની માફક,
હજી તેના પગલાંની ,
આસપાસ  ફરું છું..

સમયની આંધી અને,
સભ્યતાની ડમરી નીચે દબાયેલા,
પગલાં શોધું છું...

થાકી ગયો છું,
જવું છે અનંત તરફ..

પણ સાલું આ બધું છે,
ફેવીક્વિક..

ચુટકી મેં તો ચિપકાયે,
but it never let us QUIT...
-સ્વરચિત 



Wednesday, April 24, 2013

વીંટળાઈ પડેલી છે,
યાદો હજી,
તેમ જ...જેમ એક અનાથાલયનું બાળક...

કાળઝાળ માર્ગ પર આવતી,
એક પાણીની ઝાલક..

આસપાસ જોઉં છું તો,
કાળુ અંધારું..
પાછળ જોઉં તો લાગતો થોડો ઉજાશ...

જાણે કેશના ગુંચળામાંથી,
નીકળેલાં આઈસ્ક્રીમનાં ગોટા..!!!

ચાલતો ચાલતો જાઉં છું,
પેલો ઉજાસ હવે લાગતો બિંદુવત..

અફાટ અંધકારમાં શોધતો,
એકમાત્ર યુ-ટર્ન....!
-સ્વરચિત 






Friday, April 19, 2013

આજે પણ પળોની,
સુવાસ માં,
ખોવાતા,અટવાતા..
અને પાછો આવતા થાકી જાઉં  છું...

નિશ્ચિત પરિણામની જાણ છતાં,
મનને પાછું વાળતાં,
થાકી જાઉં છું...

ખબર નહી પણ કોણ જાણે,
સ્મિત ખોટું હતું કે હું,
તેને પાછું ઉલેચતા ઉલેચતા જ,
થાકી જાઉં છું...

પરિસ્તીથીઓ અને તે,
રહેશે હમેશાં કોયડો,
તેનો ઉકેલ લાવતા લાવતા,
થાકી જાઉં છું...
-સ્વરચિત 






Friday, March 29, 2013

A song that damn blasted on mind...!!

"SKYFALL"

This is the end 
Hold your breath and count to ten 
Feel the earth move and then 
Hear my heart burst again 

For this is the end 
I've drowned and dreamt this moment 
So overdue, I owe them 
Swept away, I'm stolen 

Let the sky fall, when it crumbles 
We will stand tall 
And face it all together 
Let the sky fall, when it crumbles 
We will stand tall 
And face it all together 
At sky fall 

Skyfall is where we start 
A thousand miles and poles apart 
Where worlds collide and days are dark 
You may have my number, You can take my name 
But you'll never have my heart 

Let the sky fall, when it crumbles 
We will stand tall 
And face it all together 
Let the sky fall, when it crumbles 
We will stand tall 
And face it all together 
At sky fall 

Where you go I go 
What you see I see 
I know I'd never be me without the security 
Are your loving arms keeping me from harm 
Put your hand in my hand and we'll stand 

Let the sky fall, when it crumbles 
We will stand tall 
And face it all together 
Let the sky fall, when it crumbles 
We will stand tall 
And face it all together 
At sky fall 

Let the sky fall 
We will stand tall 
At sky falls...

-written & performed by
-Adele

Sunday, March 10, 2013

રોદ્ર તાંડવ થકી,
ધ્રૂજતી ધરા..

અને ધરા પર..
થરથરતાં પ્રાણ-ભક્ષીઓ ,

રુદ્ર-નેત્ર તણી,
આ જ્વાળાઓ લાગતી,
લાવારસની સખીઓ....

છે પ્રકૃતિ અને શિવ,
 એક જ,
જે પોષતું તે મારતું એ ક્રમ જ છે કુદરતી....!
-સ્વરચિત 

સહસ્રલોચનપ્રભૃત્યશેષલેખશેખર
પ્રસૂનધૂળિધોરણી વિધૂસરાંઘ્રિપીઠભૂઃ|
ભુજંગરાજમાલયા નિબદ્ધજાટજૂટક
શ્રિયૈ ચિરાય જાયતાં ચકોરબંધુશેખરઃ|

Mean- May Lord Shiva give us prosperity, who has the moon 
 as his head-jewel, whose hair is tied by the red snake-
garland, whose foot-stool is grayed by the flow of dust from the
flowers from the rows of heads of all the Gods, Indra/Vishnu and others.

અર્થ - ચંદ્ર જેનો મુકુટ મણી છે,
જેના કેશ લાલ નાગથી બંધાયેલા છે,
જેના પગ દેવતાઓના ફુલોની રજથી ઢંકાયેલા છે,
એવા ભોળાનાથ અમને સમૃદ્ધિ આપો..

- A stanza from Ravan-Krut
Shiva Tandava Stotram.




Friday, March 01, 2013

અલ્યા નસીબ...!
બીજું કોઈ ના મળ્યું
તને....?

તે મારા ભણી ધસી,
આવ્યો તું,

કાળનો  જયોતિષી,
છે તે ખબર છે
મને,

પેલા ખૂંધા,
દીપડાની જેમ તે પણ,
અજમાવ્યો ઘા,

દુખતી નસ તણી,
ધરી કહીને કે,
સાચવ ,

પછી લુચ્ચું હસ્યો,
કાનમાં કીધું,
તું જ એવો મળ્યો,
જેની પાસે કંઈ નથી,
પ્રેમ જેવું....!!!!!

કદાચ તે પણ..
નહિ સમજી શક્યો  હોય,
મારી જેમ જ....! 
-સ્વરચિત 





Thursday, February 14, 2013

પાછળ જોયું?
હજી ત્યાં જ પડ્યું હતું,
સ્મિત....!

ઉઠાવવાની કોશિશ,
અને કશિશ કરતા કરતા,
પડી ગયેલું દિલ...

તે સ્મિત પર ફેંક્યા..
મેં વિચાર-બાણો,

સંયુક્ત ભવિષ્યના,
 મારા વિવેચનોના અર્ક-રૂપી,
આવતું એક જ પરાવર્તન,

થતું મારું પરિવર્તન,
જેમ કે,
લાગતું સ્મિત,
ઢીંગલી જેવું જ નિર્જીવ.....
-સ્વરચિત 

Friday, February 01, 2013

કેમેય કરીને સંભાળતો,
અને સાંભળતો,
આ ઉદભવિત,
હૃદય-વિરોધી ઘટના અને સ્થળને.....!!

આસપાસ  લાગે વેરાન,
એવું જ જેવું મારા,
આંતરનું પ્રતિબીંબ...

માંગતો સદા ઓજસ,
જે ચીરતું નીશા,
અને નીજ ....
-સ્વરચિત