Monday, August 12, 2013

ખબર છે તને ખેલ કરતા આવડે છે,
પણ મારી પાસે શું કામ કરાવડાવે..?

'સમય' હોય તો શું થયું,
થોડો સમય કાઢી ને તો જો...

તારી પાછળ તો કૈક ગાંડા થયા,
શરમ કર,
રાતા પાણીએ શું કામ રોવડાવે..?

શ્વાનતણી પૂંછ સમો રહ્યો તું હમેશાં વાંકો,
તારા પ્રતિબિંબ સમાન શું કામ યાદ કરાવડાવે..?

સમસમીને બેઠેલા મારા મગજ પર,
પાણી રેડતા બોલ્યો..

અલ્યા 'રાહુલ' હું તો કરું મારું કામ,
પણ તું તારું કામ મુકીને,

મારા પર નજર શું કામ દોડાવડાવે...?!!
-સ્વરચિત



Saturday, August 10, 2013

આ ઝરમરિયા વરસાદ જેવો જ,
તેનો મરોડ..

મરોડાઈ ને પણ થાપ ખાતા,
વિશ્લેષકો કરોડ..

ક્યાંક પડે છે માવઠા તો,
ક્યાંક થતી હેલી,

આબરૂ બચાવતી કે આબરૂ ઉડાડતી,
એ તો આખી વિદ્યા જ લાગે મેલી..

પણ સારું સત્ય છે પ્રકૃતિની વિષમતા,
નારી અને મેઘ બંને સરખા,

ક્યાંક ઉગારતા તો ક્યાંક ઉજાળતા,
પ્રેમ તણો પાક...
સ્વરચિત



Saturday, August 03, 2013

અમસ્તા જ માણસો ભારે થાય છે,
હલકું અનુભવી પોતે ભારે થાય છે..

અરે શું થયું જો તેણે છોડી દીધા,
કે પછી સમયથી છૂટી ગયા..

આગળ નું જોયા વગર બધા,
ખોટા પાછળ જોઇને જ ભારે થાય છે..

અરે મિત્રો, બધા હોય છે ઝાકળબિંદુઓ,
વાર માત્ર તડકાની જ હોય છે...

 ગુલાબ નું ફુલ છે બધાની અપેક્ષા,
કાંટાથી બધાં કપાતા હોય છે,

પણ પાછું ભૂલી જવાતું હોય કે ,
તડકામાં તો ખાલી કાંટાથી જ ટકાતું હોય છે...

અગાધ દુનિયામાં ઘણાં રસ્તા છે,
પણ આગળ રસ્તામાં અટવાતાં માણસો,,

અમસ્તા જ ભારે થતાં હોય છે...!! 
-સ્વરચિત