Saturday, November 26, 2016

વડને વીંટળાઈ બોગનવેલ,
જડને જાણે ફૂલનો સ્પર્શ..

છાંયો ઓઢાડી શણગાર થાય..
એકાત્મ સત્વનો અર્થ..

પરોઢનાં પહોરે ઝાકળબિંદુ નીતરે પાંદડી,
એ જડ માટે તો સ્વપ્ન જ ને..!!

કૈક પુણ્ય હશે ચોપડે..
જીવે આવી જીંદગીમાં ઉતરે તો જ ને..?

સમયની બારી માંથી ડોકિયા, 
નદીના પુર સમી ઘડીયાલ દોડે...

હકીકત ને કંડારી યાદે,
રહેવું છે મારે જોડે..
કદાચ પાનખર થાય મોડે..!
-સ્વરચિત






Friday, October 28, 2016

બાજેલી ધૂળ એ શ્વાસ રોક્યો,
છતે તડકે મુંજાયું પાન..

જાલક તો ક્યાંથી લાવે એક,
અગાધ તડકે વગર સાન..

ડોકિયું કરી ને મૂળિયાંથી,
કસ લેતું જેમ કોઈ ચલમ..

સંઘરેલું બાષ્પ બને, સર્વત્ર,
ઝાકળથી કદાચ ભરાય જખમ..

કુદરત જ છે ને, વ્યવસ્થા જ,
વ્યક્તિગત ન્યાય ન કદાપી..

ઊંચક-નીચક માફક જ,
ધરીનું સંવર્ધન અપિ..

જોઈને સરખાવો જીંદગી,
નહિ ઉતરે ગળે મુલ્ય..

બનાવ એને થોડું તુલ્ય..
થોડું જ તુલ્ય..!
-સ્વરચિત

Monday, September 05, 2016

એક ગીરીમાળા ની ચોટે ગબડેલું,
ભીના પીંછે ઉડતું વાદળ..

ક્યાં થોભું, વરસું તો પણ તૂટવું ને..?
શાહી વિનાનો આ શાહી કાગળ..

ઈચ્છા તો ઘણી પવન સંગે,
ઘટાટોપ ઘુઘરાવું છે..

યુગલ ને આવે પાંખો મગ્ને,
એમ એકબીજા માં સંતાવું છે..!

ક્યારેક બોલાય નહિ ને ટપકે આંખો,
ત્યારે ચડે ચકડોળે મિજાજ..

ત્યારે જ એક વરસે બીજા પર,
હટી જાય પડદા..બને ઉરનો સીરતાજ..!
-સ્વરચિત


Saturday, July 09, 2016

ખેતરનાં ધોરિયે આડા આકાશે..
થોભેલા પાણીએ શણગારેલા તારલાં..

એકબીજા ની ઓથે છુપાતા,
એની પાળે બેઠા બે પંખીડા મ્હાલા..

તરબોળ મોસમનો અંદાઝ અને,
મોસુંઝણે દબાતા અવાજની તસ્વીરો..

પરોઢનો ઠાર વિલય પામે ભીતરમાં,
હુંફ સંચરતા એકમેકનાં વિસ્તારો..

નેણની ભૂરાશ માં ઊર્મિ નાં મોતી,
ધબકાર વસતો તાતંણે બાંધી..

સવારનું કેસરયું નભ જોતું આ બેયને..
શરમની લાલી ગાલે સાધી..!
-સ્વરચિત

Saturday, May 21, 2016

સમય નાં વહાણા થાય બિંદુવત,
પ્રતિબિંબ એક બાળપણનું..

આભાસ બને જીવનસેર,
ટીપું એક ગુલાબજળનું..

પ્રતીત કરાવ્યું નસીબે,
સાથ જેમ કોઈ કિલ્લાની ધાર..

સમય થંભતો સંયોજનમાં,
ખુલ્લા આકાશમાં એક પરોઢનો ઠાર..

ગતિ થોભેલી છે હૈયે,
તરણું ઉગે, મંથર વિસ્તરતું..

છાલક ઉડી ને થયો હું સ્વપ્ને,
 જીવન ઉતર્યું, સૌંદર્ય નીસરતું..!
-સ્વરચિત

Saturday, May 07, 2016

દ્વારે પડદો ફરફરતો,
પાનખરની બની કાલ..

ઝાકળ આવી, પગલું ભરે,
ખેપ મારી ખંજને ગાલ..

પેલી વારનું ડોકિયું ઘરમાં,
ચારે ખુણા ભીંજાય..

ગુલાબ ની પાંખડી કરે પીછો,
કંકુ પાનીએ સજાય..

અધર બને અધીરા
ડૂમો બોલ્યો હરખાઈ..
 
મુલાકાત નથી આ પહેલી,
લખેલી છે ક્યાંક યાદો જન્મે..
રંગીન છે હજી શાહી..!
-સ્વરચિત

Wednesday, April 20, 2016

ઢોળાયેલી મીઠાશને લુંછતા 
આંખે પીધેલો એક જામ..

આમ તેમ જોઇને, ખભે નાખી નજર..
નીકળીને બનાવવા શામ..

મોટરસાયકલની ઉભી ઘોડી પર,
રાખેલા પગ નાં ટેરવાંના તાલે..

એક લહેરકી આવી જાય ખબર પુછવા..
ખીલેલી છે રાત, જજો હવે કાલે..

સ્મૃતિપટ પર અંકાયેલું
આંગળીઓ નાં સ્પર્શનું રેશમ..

થોડું હાસ્ય દિલમાં પીગળતું..
જાણે એક રમતી ઈશાએ બનાવેલી રસમ..!

-સ્વરચિત






Thursday, February 25, 2016

એક ઝણઝણાહટ માંથી
શ્રુંખલા નો ઉદભવ..

કોયડા કે કોંકડા લાગતાં પહેલા
હવે તો ખાલી ઉત્સવ..

ઝાઝરમાન મેદાન ની ઓથે
હરિયાળી ત્યાં, અહી પણ..

એક ખરતી નિરાશા, ટાંકણુ વાદ્ય..
જાણે કોઈ કાંકરીનો કણ..

કોઈ ઘંટારવ ગુંજતો, કહેતો..
આ તો પવિત્રતાની પાળ..

રહીશ રૂપે રહેશે ભીતર,
નિજ ઈશા નું બીજ..
અનંત સદાકાળ...!
-સ્વરચિત

Sunday, February 14, 2016

અનાયાસે કે સ્વરૂપે
થયેલો એક પ્રયાસ..

પગથીયા થરથર થયેલા
પણ મનમાં અનેરો વિશ્વાસ..

અકળ બ્રહ્માંડ ની લીલા છે કે બીજું કંઈ
કાઢેલો એક ક્યાસ..

મક્કમતા તો હતી, અને હતું ધૈર્ય
વચનો હતા એક શ્વાસ..

સંગમ હતો એ ન્યારો
જાણે કોઈ દેવીનો પ્રાસ..

ધન્ય છું દોસ્ત હું પામી એ ગુલાબ
જાણે મારી ગર્તા કેરો કોઈ પ્રકાશ..!
-સ્વરચિત

Thursday, January 14, 2016

થપાટ આ લહેરો વચ્ચે
ગુંચવાડાઓ ની જમાત

પડું પડું થતી પાંખો કેરી
થપાટ બની તાકાત

ખીચામાં હાથ ગણગણતો
સિક્કાઓ નો ચળકાટ

એકાકી રસ્તે એકાંતમાં વગડાને સંગ
દુર દુનિયાની આકૃતિનો કકળાટ

ફેરફૂદરડી નાંચક્કરમાં
ઘુંટાતો કક્કો

ફડફડતાં ડાયરીનાં પાનામાં
પડતો એક છેકો

લહેરો કે કહેરો કશું જ નઈ
ખાલી પ્રારબ્ધનો એક્કો..!
-સ્વરચિત