Saturday, May 21, 2016

સમય નાં વહાણા થાય બિંદુવત,
પ્રતિબિંબ એક બાળપણનું..

આભાસ બને જીવનસેર,
ટીપું એક ગુલાબજળનું..

પ્રતીત કરાવ્યું નસીબે,
સાથ જેમ કોઈ કિલ્લાની ધાર..

સમય થંભતો સંયોજનમાં,
ખુલ્લા આકાશમાં એક પરોઢનો ઠાર..

ગતિ થોભેલી છે હૈયે,
તરણું ઉગે, મંથર વિસ્તરતું..

છાલક ઉડી ને થયો હું સ્વપ્ને,
 જીવન ઉતર્યું, સૌંદર્ય નીસરતું..!
-સ્વરચિત

Saturday, May 07, 2016

દ્વારે પડદો ફરફરતો,
પાનખરની બની કાલ..

ઝાકળ આવી, પગલું ભરે,
ખેપ મારી ખંજને ગાલ..

પેલી વારનું ડોકિયું ઘરમાં,
ચારે ખુણા ભીંજાય..

ગુલાબ ની પાંખડી કરે પીછો,
કંકુ પાનીએ સજાય..

અધર બને અધીરા
ડૂમો બોલ્યો હરખાઈ..
 
મુલાકાત નથી આ પહેલી,
લખેલી છે ક્યાંક યાદો જન્મે..
રંગીન છે હજી શાહી..!
-સ્વરચિત