Sunday, April 05, 2015

આ મધ્યાહને તપેલા સુરજ ની જેમ 
તાળવે ચોટેલું મારું મન..

ઝંખતું એક ટીપું ઝાકળનું 
ધખતી ધરા ની જેમ ઉકળતા રુહના કણ...

વાદળ તણા વસ્ત્ર ઓથે છુપતું છુપાતું
બનાવતું વિમાસણ રૂપી અકળ ક્ષણ...

વરસે તો ક્યાં વાંધો છે
ભલે ને મુશળધાર...

પણ માવઠાં તો હંમેશા બગાડતાં
કરતાં માંલીપા નિરાધાર...

એક માત્ર જ છે ઉકેલ ,
બનાવવો છે
 બધાં વિખરાયેલા તપતાં વિચારોને 
સંચારતો એકસાથ...

જાણે એક બિલોરી કાંચ...!!
-સ્વરચિત