Sunday, February 16, 2014

બંધ ગોખલાનાં એક કાંણામાંથી,
જોતો આખી દુનિયા...

હવાનો રુખ જોયા વગર,
એમ જ બાંધતો કનીયા...

કેમ જાણવું આંખ સામેનો સમુદ્ર,
ખરેખર છે નિરપેક્ષ...

દરિયાદિલ ને બદલે બદબૂ ખાબોચિયાની,
થતા બધા સાપેક્ષ...

થશે કોઈ દિવસ બધું સ્થિર,
કાં પછી કરીશ જાતે...

ખબર નથી કેવી રીતે....પણ,
થશે કદાચ એની જાતે...

જોઉં છું કે...પેલા ગોખલા નું કાણું,
હવે થોડું મોટું લાગે છે...

થોડા તો હોઈએને આપણે પણ ખોટા...
નજર કરીએ હવે થોડી મોટી,
ખાબોચિયા પણ હવે થોડા મોટા લાગે છે...!
-સ્વરચિત



Friday, January 17, 2014

અફાટ નજર સામેનું આ અફાટ રણ,
ડગલે પગલે આવતી આંધીઓ વચ્ચે પણ...

નજરમાં ઘુસી જઈ રમતો,
અને રમાડતો નાનો એક રેતીનો કણ... 

એમ તો આખું છે આ ભરેલું,
છે બધે સરખી સરકતી રેતી...

દિવસે દજાડતી અને રાત્રે ચુમતી,
આ તો કોઈ સગીર કન્યાની સખી...

પળે પળે થતી છલાવાયુક્ત,
કાતિલ પરીક્ષા...

કેમ આગળ વધી,વાઢશો કેમ મુશ્કેલીને,
થતી વારંવાર સમીક્ષા....

અરે...કાં આમ બોલી પોતાની ઉડાડે..!
મને અઢાર વાંકા કહેનારો છે તું...

તારા પુરા અંગે પાર તો થાયને 'રાહુલ',
આ તો ખાલી નમુનો છે આખી ઝિન્દગીનો.... 
-સ્વરચિત