Saturday, September 14, 2013

 મજાની હોય છે,
એ ત્રાંસી નજર..

ખબર નથી પડતી,
ક્યારે ફરી વળતી કાતર..

કેશની ઓથે છુપાતી અથડાતી,
લાગતી વાદળ પાછળનું આકાશ..

ઘડિયાળની જેમ મધ્યાહન બતાવી,
રાખી જતી પાછળ ઉદાસ સંધ્યાનો પ્રકાશ..

આશંકા જન્માવતી વર્તણુક સામેનું,
રહસ્ય હમેશાં રહેતું અકળ..

ચેહરો ઓળખાવતી ભાષાને ચુપ રાખતી,
આ સ્ત્રી-નજર છે ભાઈ...

સમજવી છે પોતાને અઘરી,
તે વાયકા રાખતી સદા અચળ..!
-સ્વરચિત



Saturday, September 07, 2013

શું કામ પડવું જ્ઞાનહીન દિગ્ગજોની,
અસરકારક માથાકુટમાં..?

છેજ એ અને રહેવાના પણ,
અધૂરા ઘડા છલકાતા અખૂટ મા..!

બહુ અઘરાં હોય છે,
આવા કૃત્યો સામાન્યતઃ..

ધરાર ધરાવવી હોય છે,
 આવી ભૂતિયા સરણી મૃત્યુંપર્યન્તઃ...!

થાય પણ શું આપડાથી,
મરાતી તો નથી તેને બે-ચાર..

તેના અસ્ખલિત ત્રાટકો સામે,
ટૂંકા પડે છે આપડા વિચાર..!

એ વિચાર જ થથરાવે છે,
જો હોય આ બધી સ્ત્રી-મતિ..

ભાઈ 'રાહુલ' સંભાળજે,કે ના હોય,
 આવી વૈચારિક તારી શ્રી-મતિ..!!
-સ્વરચિત




Sunday, September 01, 2013

આંખે દેખ્યા ઉપર તો વિશ્વાસ,
કરતી આવી છે દુનિયા..

ક્યારે ખુંચશે એ સાચા કાદવમાં,
જેની અંદર હૃદય ધબકે છે..

રોઈ કકળી,બધાને જોઈએ સહાનુભુતિ,
જે છે આસાન પરિશ્રમ,

જુઓ જરા પેલા "લાગતા" લાગણીશુન્ય ચહેરાઓને,
થોડી તકલીફ થશે,વાર  લાગશે,પણ સમજાશે..
તેની ઉર્મીઓ પણ હીબકે છે...

ધન્ય છે તે માણસને કે જે છુપાઈને
બેઠો છે વિચારોની ગર્તામાં,

અને ધન્ય છે તેની પ્રિયતમાને,
જે શોધી કાઢે છે એ અફાટ સાગરમાંથી.. 

આંખે દેખ્યા ઉપર તો વિશ્વાસ
કરતી આવી છે દુનિયા..

જરા જુઓ આ આંખોની પાછળ,
ખરેખર અજીબ છે દુનિયા..!
-સ્વરચિત