Friday, November 17, 2017

સાંજ પડે ને દુર ક્ષિતિજે,
કેસરિયું આભ વિસરતું..

 કોઈની ખુશી ને કોઈની વ્યથાના,
રંગોનું પ્રતિબિંબ નીસરતું..

અગાશીની પાળીએ બેઠેલા,
પારેવાંની મૂંગી વાતો..

બીજી કોઈ અગાશી સાંભળતી,
 કોઈક યુગલનો મુંજાપો...

જીવન છે એવું એક જ આકાશે,
બદલાતા રંગો અનેક,

તડકા છાંયા જીન્દગી ની ભીતર,
પીંછી પરમ્ત્વની એક...

ચાલોને કૈક સર્જન એવું કરીએ,
જેથી જીવન આદર્શ થાય,

સવાલ આત્મદર્શન થી ઉદભવે,
જવાબ સ્વકર્મ થી થાય..!
-સ્વરચિત




Thursday, July 13, 2017

ચોપડીના બંધ પાને ફૂલની પાંખડી,
અને વર્ષો નાં વહેણ,

એની રાખ ને તો સુવાસ શેની,
દાયકાઓ વિતેલા કહેણ..

જર્જર સ્મારકની ભીતર , 
નિર્જન તિરાડ દિવાલોની,

તો પણ એમાં વસ્તી છે,
એક વરસાદે પાંગરેલા ગુલાબોની..

 સત્ય શું છે? એ શોધવું જ છે અસત્ય,
માણવો એવી અવસ્થાનો અવતાર..

દ્રષ્ટિગોચર છે એનો જ સ્વીકાર,
ઘણું ભીતર થોડું બહાર..!
-સ્વરચિત

Tuesday, April 18, 2017

ગરુડનું મેદાન નભ પર નભે,
 તીર જેવી છલાંગ સચોટ..

માનવી નું તો શું નથી અહી?
ભર્યા ભાથે નિશાનની ખોટ..!
-સ્વરચિત



Tuesday, March 21, 2017


ઇશારા કદાચ ના સમજાય તો ,
પાનું ફેરવશું હવે સપનામાં..
ભાનમાં રહીને શું કરશુ? નશો હવે જિંદગીનો થશે.. જરાક અમથી પરવાનગી અને, અવતાર એક કદમે થયો.. સંગે શરૂ થઈ હતી ચાલ, ને સફર હવે શમણું થશે.. કેળવણીના ડગલાંનો વ્યાપ વિસ્તરી રહ્યો થોડે દૂર, શૂન્યતા તો પણ નહીં હોય મિત્રો, એના આશિષ સદા વરસતા થશે.. ડાયરો અને કસુંબો જેમ પર્યાય ને જેમ મહાદેવને ભભૂતિ, અંજલિ ની અવિરત ઘટા, છબી એક સુવાસની થશે.. બારણું ખખડાવ્યું હતું કે, પ્રારબ્ધએ ખોલ્યું ખબર નહીં.. પણ તેડું બોલ્યું તોરણે ઉભીને, ઓળખાણ હર જન્મની થશે.. યાદોની પાળે ઊર્મિઓ નો મેળો, જેમ નૃત્ય સારસની જોડીનું.. ઝરમર પ્રેમના ટાંકણે કોતરણી સંગેમરમર થશે.. ઇશારા કદાચ ના સમજાય તો , પાનું ફેરવશું સપનામાં.. ભાનમાં રહીને શું કરશુ? નશો હવે જિંદગીનો થશે..

-સ્વરચિત
સદાય મિત્ર રહેલા મારા પપ્પાને અર્પિત..