Sunday, June 16, 2013

વરસાદની હેલીના દિવસો તો ,
એક સરખા જ 
હોય છે..

પણ દર ચોમાસે બદલાતા,
માણસો જ હોય છે..

હવે આ મોટા છાંટાય નથી,
ભીંજવી શકતા મને,

કેમ કે દરેક છાંટામાં,
દેખાતો મને શુષ્ક ચેહરો,
હોય છે..

સીઝન તો છે આ છે આ,
પરંપરાગત રોમાંન્સની,

પણ મને જ એકલો આ મેહ,
પોતાની સાથે રડાવતો હોય છે..

પણ સાલો આ એજ છે કે જે ,
મારાં રડતા ચેહરાને દુનિયા થી,
છુપાવતો હોય છે...
-સ્વરચિત
  

Thursday, June 06, 2013

મિસાઈલની જેમ આવતી,
પરિસ્તીથી સામે,
ચાલતી મારી ગુરુત્વવિહીન,
મંથર ગતિ....

પાંખ ફેલાવીને ઉડતાં,
પરીન્દાઓ સામે જાણે,
હું એક યતી...

ભૂકંપ સર્જતો માહોલ,
અને તેમાંય પીછો ના મૂકતા,
આફટરશોકસ....!

કોઈ પોકેટમાર ગઠિયાની,
જેમ શોધતો,
આ બધા માંથી મોક્ષ..

ગુંચવાઈ ગયેલાં કૂતરાની માફક,
હજી તેના પગલાંની ,
આસપાસ  ફરું છું..

સમયની આંધી અને,
સભ્યતાની ડમરી નીચે દબાયેલા,
પગલાં શોધું છું...

થાકી ગયો છું,
જવું છે અનંત તરફ..

પણ સાલું આ બધું છે,
ફેવીક્વિક..

ચુટકી મેં તો ચિપકાયે,
but it never let us QUIT...
-સ્વરચિત