Thursday, June 06, 2013

મિસાઈલની જેમ આવતી,
પરિસ્તીથી સામે,
ચાલતી મારી ગુરુત્વવિહીન,
મંથર ગતિ....

પાંખ ફેલાવીને ઉડતાં,
પરીન્દાઓ સામે જાણે,
હું એક યતી...

ભૂકંપ સર્જતો માહોલ,
અને તેમાંય પીછો ના મૂકતા,
આફટરશોકસ....!

કોઈ પોકેટમાર ગઠિયાની,
જેમ શોધતો,
આ બધા માંથી મોક્ષ..

ગુંચવાઈ ગયેલાં કૂતરાની માફક,
હજી તેના પગલાંની ,
આસપાસ  ફરું છું..

સમયની આંધી અને,
સભ્યતાની ડમરી નીચે દબાયેલા,
પગલાં શોધું છું...

થાકી ગયો છું,
જવું છે અનંત તરફ..

પણ સાલું આ બધું છે,
ફેવીક્વિક..

ચુટકી મેં તો ચિપકાયે,
but it never let us QUIT...
-સ્વરચિત 



No comments:

Post a Comment