Tuesday, March 21, 2017


ઇશારા કદાચ ના સમજાય તો ,
પાનું ફેરવશું હવે સપનામાં..
ભાનમાં રહીને શું કરશુ? નશો હવે જિંદગીનો થશે.. જરાક અમથી પરવાનગી અને, અવતાર એક કદમે થયો.. સંગે શરૂ થઈ હતી ચાલ, ને સફર હવે શમણું થશે.. કેળવણીના ડગલાંનો વ્યાપ વિસ્તરી રહ્યો થોડે દૂર, શૂન્યતા તો પણ નહીં હોય મિત્રો, એના આશિષ સદા વરસતા થશે.. ડાયરો અને કસુંબો જેમ પર્યાય ને જેમ મહાદેવને ભભૂતિ, અંજલિ ની અવિરત ઘટા, છબી એક સુવાસની થશે.. બારણું ખખડાવ્યું હતું કે, પ્રારબ્ધએ ખોલ્યું ખબર નહીં.. પણ તેડું બોલ્યું તોરણે ઉભીને, ઓળખાણ હર જન્મની થશે.. યાદોની પાળે ઊર્મિઓ નો મેળો, જેમ નૃત્ય સારસની જોડીનું.. ઝરમર પ્રેમના ટાંકણે કોતરણી સંગેમરમર થશે.. ઇશારા કદાચ ના સમજાય તો , પાનું ફેરવશું સપનામાં.. ભાનમાં રહીને શું કરશુ? નશો હવે જિંદગીનો થશે..

-સ્વરચિત
સદાય મિત્ર રહેલા મારા પપ્પાને અર્પિત..


No comments:

Post a Comment